ભુજ ખાતે આવેલ ભુજોડીમાં પ0 વર્ષીય આધેડે પોતાની બીમારીથી કંટાળી જીવનનો અંત આણ્યો
copy image

ભુજ ખાતે આવેલ ભુજોડીમાં પ0 વર્ષીય આધેડે પોતાની બીમારીથી કંટાળી જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ રાજન ઉર્ફે રાજેન્દ્ર કાંતિલાલ મહેતા નામના પ0 વર્ષીય આધેડે બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. ભુજોડી સ્થિત આવેલા વર્ધમાનનગર અરિહંત વિભાગમાં રહેતા રાજન ઉર્ફે રાજેન્દ્રભાઈ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા, જેનાથી કંટાળીને તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. બનાવની જાણ થતાં આધેડને હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.