રાપર ખાતે આવેલ બાલાસરથી ધોળાવીરા વચ્ચે શિરાનીવાંઢ નજીક નવા બનતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તોડી પાડવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  રાપર ખાતે આવેલ બાલાસરથી ધોળાવીરા વચ્ચે શિરાનીવાંઢ નજીક નવા બનતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તોડી પાડવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નાયબ કાર્યપાલક ઇજનેર રામજી બી. મહેશ્વરી દ્વારા બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર રાપર ખાતે આવેલ બાલાસરથી ધોળાવીરા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 754-કે.નું રિસર્ફેસિંગ કરવાનું કામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું, જે માટે રાજકોટની ખાનગી કંપનીને તેનું કામ સોંપાયું હતું. આ કામ શિરાનીવાંઢ નજીક પહોંચ્યું હતું,  તે દરમીયાન ગત તા. 29/8ના રાતના અરસામાં અજાણ્યા શખ્સો દ્વારા રોડ ક્રોસિંગ અંગે કોઇ પણ જાતની પરવાનગી વગર અનઅધિકૃત રીતે ખોદકામ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવતા આ શખ્સો વિરુદ્ધ પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.