બે વર્ષ પૂર્વે થયેલ બાઈક ચોરીના આરોપીને ઝડપી પાડતી અંજાર પોલીસ
copy image

વે વર્ષ પૂર્વે થયેલ બાઇક ચોરીના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં બે વર્ષ અગાઉ નોંધાવવામાં આવેલ મોટરસાયકલ ચોરીના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર અંજાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે બે વર્ષ અગાઉ થયેલ મોટરસાયકલ ચોરીનો આરોપી મેઘપર ગામની પાપડી નજીક હાજર છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગાએ દરોડો પાડે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ શખ્સને મોટરસાયકલ વિશે પૂછપરછ કરતા તેણે બે વર્ષ અગાઉ ગાંધીધામ બસ સ્ટેશન પાસેથી તસ્કરી કરી હોવાની કબુલાત કરી હતી.પોલીસે આરોપી પાસેથી બાઇક કબ્જે કરી આરોપીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.