વેકરીયા રણમાં કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં યુનાનનું મોત

copy image

 વેકરીયા રણમાં કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં યુનાનનું મોત નીપજયું હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ભુજમાં છૂટક મજુરી કરતો ફરિયાદીનો પીત્તરાઈ ભાઈ ઇલીયાસ ઓસમાણ સમા નામનો શખ્સ પોતાનું બાઈક લઇને જઈ રહ્યો હતો. તે દરમિયાન વેકરીયા રણમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટમાં લેતા અક્સમાત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખાવડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.