મુંદ્રા ખાતે આવે પ્રાગપરમાં નોંધાયેલ ચોરીના ગુનાના આરોપીને લાખોંદથી ઝડપી પડાયો

copy image

copy image

  મુંદ્રા ખાતે આવેલ પ્રાગપર પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાના આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પ્રાગપર પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનાનો આરોપી  લાખોંદ ટોલ ટેક્સ પાસે હજાર છે. મળેલ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.