આદિપુરના એક રહેણાક મકાનમાથી 81 હજારનો દારૂ ઝડપાયો
copy image

આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમની મળેલ હતી કે, આદિપુરમાં રહેતા જીગર આહિર નામના શખ્સે પોતાના કબ્જાના મકાનમાં વીદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 233 બોટલો જેની કિ. રૂ.81,550નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.