કબરાઉમાંની એક વાડીમાંથી કુલ 60,000 ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

કબરાઉમાંની એક વાડીમાંથી કુલ 60,000 ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર કબરાઉના ગુણાતીતપુરમાં રહેતા ખેડૂત શાંતિભાઇ ડાયા પટેલ દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીએ પોતાની વાડીમાં એરંડાનો પાક લીધો હતો જે પૈકી અમુક માલ ગાંધીધામ વેચી રાખેલ તેમજ બાકીનો 40 કિલોની એક એવી 25 બોરીમાં પાક સંગ્રહ કરીને ઓરડીમાં રાખેલ હતો. ગત તા. 9/9ના તે પોતાની વાડીએ જતાં એરંડા વેરાયેલ હલાતમાં જણાતા ઓરડી પાસે જતાં ઓરડીનાં તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતાં. અને એરંડાની બોરી હાજર મળી ન હતી. વાળીએ આવેલ ઓરડાનાં તાળાં તોડી તેમાંથી રૂા. 60,000 એરંડાની તસ્કરી થઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.