રાપરમા એક દુકાનમાંથી રોકડા રૂા. 1.40 લાખની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

  રાપરમા એક દુકાનમાંથી રોકડા રૂા. 1.40 લાખની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે મળેલ માહિતી અનુસાર રાપરના હનાતવાસમાં રહેનાર માવજી માદેવા ભ્રાસડિયાએ આ મામલે ફરિયાદ નોંધાવેલ છે. ફરિયાદી એપીએમસીમાં ગુવાર, એરંડાની પેઢી ચલાવી રહ્યા છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીએ ગત તા. 21/7ના પોતાની દુકાનમાં લોખંડના કબાટમાં રોકડ રૂા. 90,000 મૂકી રાખેલ હતા. તા. 22/7ના સવારના અરસામાં તે રૂપિયા હાજર હતા. ફરિયાદી થોડીવાર માટે બહાર ગયેલ હતા તે દરમીયાન દુકાનમાં રાખેલ 90,000ની કોઇ શખ્સ ચોરી કરી નાસી છૂટ્યો હતો. તેમજ તા. 27/9ના આ વેપારી પોતાની દુકાને હજાર હતા. તે દરમીયાન આગલા દિવસે થયેલ વેપારના રૂા. 80,000 તેમણે લોખંડના કબાટમાં મૂકેલ હતા. અને પોતે અન્ય વેપારીઓ સાથે એપીએમસીની હરાજીમાં ગયેલ હતા, ત્યાંથી પરત આવતા દુકાનમાથી રૂા. 50,000 ગુમ જણાયા હતા. તસ્કરો દુકાનમાં ઘૂસી કુલ રૂા. 1,40,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે