ભુજમાં 25 વર્ષીય પરિણીતાએ ઝેરી ગટગટાવી જીવનનું અંતિમ પગલું ભર્યું
copy image

ભુજ શહેરમાં આવેલ જુરા જતવાંઢમાં 25 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી જઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ શહેરમાં આવેલ જુરા જતવાંઢમાં રહેતા 25 વર્ષીય રેશ્માબેન સાજન જતએ ઝેરી દવા પી લેતાં તેમનું મોત થયું હતું. મળેલ માહિતી મુજબ પાંચ મહિનાનો લગ્નગાળો ધરાવનાર આ પરિણીતા ઘરે હતા તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં જ આ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.