ભચાઉ ખાતે આવેલ કબરાઉની વાડીમાંથી કુલ 60 હજારના એરંડાની તસ્કરીના ગુનામાં સામેલ ત્રણ શખ્સ ઝડપાયા
copy image

ભચાઉ ખાતે આવેલ કબરાઉની વાડીમાંથી કુલ 60 હજારના એરંડાની તસ્કરીના ગુનામાં સામેલ ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ કબરાઉની વાડીમાંથી ઓરડીનું તાળું તોડી અજાણયા શખ્સોએ રૂ.60 હજારની કિંમતના એરંડાની તસ્કરી અંગે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ગુનામાં સામેલ ત્રણ શખ્સોને ઝડપી એરંડા અને વાહન સહિત કુલ રૂ.2.52 લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.
આ મામલે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહી બાતમી મળેલ હતી કે, આરોપીઓ સફેદ કલરની બોલેરો ગાડીમાં એરંડા ભરી મેઘપરથી ભચાઉ તરફ આવી રહ્યા છે. મળેલ બાતમીના આધારે લોધેશ્વર ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી આ એરંડાની ચોરી કરનાર ત્રણ શખ્સોને ઝડપી કુલ 2,52,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ વધુ બે શખ્સોને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.