બનાસકાંઠા ખાતે આવેલ પાલનપુરમાથી દારૂ ભરેલ અલ્ટો ગાડી ઝડપાઈ
copy image

બનાસકાંઠા ખાતે આવેલ પાલનપુરમાથી કુલ કિ.43,488નો દારૂ પોલીસે ઝડપી પાડ્યો. આ અંગે મળેલ માહિતી અનુસાર બનાસકાંઠા એલસીબી પોલીસ પાલનપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂ ભરેલ અલ્ટો ગાડી રાજસ્થાન તરફથી આવી રહી છે. મળેલ બાતમીના આધારે બિહારી બાગ નજીક રાજસ્થાન તરફથી આવતી અલ્ટો ગાડીને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવેલ. કરવામાં આવેલ તપાસ દરમ્યાન ગાડીમાથી બહોળી માત્રામાં દારૂ નીકળી પડ્યો છે. પોલીસે આ ગાડીમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 408 બોટલ જેની 43,488 સહીત કુલ 1 લાખ 43 હજાર 488 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.