પાલનમુરમાં હોસ્ટેલ આગળથી બાઈકની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

પાલનમુરમાં હોસ્ટેલ આગળથી બાઈકની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી મુજબ પાલનપુર અમદાવાદ હાઇવે પાસે હોસ્ટેલ ચલાવતાં રતનભાઇ ગણેશભાઇ પટેલ દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીએ પોતાનું બાઇક નં. જીજે. 08. સી.એલ. 2543 હોસ્ટેલની સામે પાર્ક કરેલ હતુ. જે કોઇ ઈશમ તસ્કરી કરી નાસી છૂટ્યો હતો. આસપાસના વિસ્તારમાં બાઇકની શોધ કરવા છતાં પણ કઈ ખબર ન લાગતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.