અંજારના રહેણાંક માકાનમાથી દારૂ ઝડપાયો
copy image

અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતા હાર્દિક પ્રકાશ હંસકર અને બાબુ વીશા રબારી આ બંને શખ્સોએ મળીને હાર્દિકના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે ઇંગ્લિશ દારૂ રાખેલ છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી તપાસ કરતાં ઘરના આંગણામાં એક સાઈન બાઇક જોવા મળ્યું હતું. જેમાં સફેદ કલરનો થેલો લટકતો જોવા મળ્યો હતો. આ થેલાની તપાસ કરતાં તેમાથી દારૂની 7 બોટલ મળી આવેલ હતી. પોલીસે 3185ના દારૂ તેમજ બાઇક સહિત કુલ 23,185નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ તપાસ દરમ્યાન આરોપી હાજર મળી આવેલ ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.