અંજાર ખાતે આવેલ અજાપરના બેન્સામાંથી 22,500ના લાકડાંની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ : આરોપી પોલીસની ગિરફ્તમાં
copy image

અંજાર ખાતે આવેલ અજાપરની સીમમાં લાકડાંના બેન્સામાંથી કુલ 22,500ના લાકડાંની તસ્કરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે દેવેન્દ્રસિંહ દત્તરાજસિંહ જાડેજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ અજાપરની સીમમાં આવેલ લાકડાંના બેન્સામાંથી રૂા. 22,500ના 90 લાકડાંની તસ્કરી થઇ હતી. આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર અંજારના અજાપરની સીમમાં ગ્રેટા ડોર સોલ્યુશન પ્રા. લિમિટેડ નામની કંપનીમાં ગત તા. 2/10 થી 3/10 દરમ્યાન આ તસ્કરીનો બનાવ બન્યો હતો. કંપનીની ઓફિસ પાછળના ભાગે રાખેલ 160 નંગ લાકડાંના જથ્થામાંથી ચોરી થઇ હતી. તસ્કરો દીવાલ કૂદી, ફેન્સિંગ તોડી નિશાચરો અંદર ઘૂસ્યા બાદ પાઇનના 90 લાકડાં કિંમત રૂા. 22,500ની ચોરી કરી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી એક બોલેરો ગાડીમાંથી લાકડાં સાથે આરોપી ઈશમને ઝડપી પાડ્યો હોવાનું સામે હતું. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.