ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો પી.એસ.એલ. નજીક ટ્રેઇલર પલટી જતાં સર્જાયો ગોઝારો અકસ્માત : ચાલકનું ઘટના સ્થળે જ મોત

copy image

ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો પી.એસ.એલ. પાસે ટ્રેઇલર પલટી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેઇલરના ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર 34 વર્ષીય જસવિંદરસિંઘ કશ્મીરસિંઘ નામનો શખ્સ પડાણામાં આવેલ એસ.ટી. ટ્રેઇલર સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો. આ શખ્સ સાથે ગત તા. 5/10ના રાત્રે 1 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આ ચાલક ટ્રેઇલર  લઇને કંડલા ખાતે લોખંડનું માળખું ભરવા ગયેલ હતો, તે માલ ભરીને પરત આવી રહ્યો હતો તે દરમ્યાન શહેરના કાર્ગો નજીક તેનું વાહન પલટી જતાં વાહનમાં ભરેલું લોખંડનું માળખું તેના  પર પડયું હતું, જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજયું  હતું.