મુન્દ્રા ખાતે આવેલ ધ્રબ નજીક છકડાની હડફેટે આવી જતાં યુવાનનું મોત

મુન્દ્રા ખાતે આવેલ ધ્રબ નજીક છકડાની હડફેટે આવી જતાં યુવાનનું મોત નીપજયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર મુન્દ્રા ખાતે આવેલ ધ્રબ નજીક છકડાની હડફેટમાં આવી જતાં સાડાઉના બાઈક ચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર બાઈક સવાર મુસ્તાક સાંધ નામના યુવાનને અજાણ્યા છકડા ચાલકે હડફેટમાં લેતાં તેને ગંભીર પહોંચી હતી જેથી ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. અજાણ્યા છકડા ચાલક વિરુદ્ધ મુંદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.