ભચાઉ ખાતે આવેલ ભરૂડીયામાં બે માસ પહેલાં જ લીધેલ બાઇકમા આગ ભભૂકી ઉઠી
copy image

ભચાઉ ખાતે આવેલ ભરૂડીયા ગામની વાડીના ગેટ નજીક જ બે માસ પૂર્વે લીધેલી નવી બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મળેલ માહિતી અનુસાર ગત ગુરૂવારે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં બાઈકના માલિક હંસરાજસિંહ બાલુભા વાઘેલા વાડીમાં તેમના ઘરે હાજર હતા તે દરમિયાન તેમને બીજા ખેતરે કામ અર્થે જવાનું હોવાથી તેમણે બે માસ પૂર્વે લીધેલી નવી બાઇક લઇને નિકળ્યા હતા. વાડીના ગેટ નજીક પહોંચતા અચાનક બાઇકમાંથી ધુમાડા નિકળ્યા હતા તેમજ અચાનક બાઇક સળગવા લાગી હતી. તેમના શેઠ હંસરાજસિંહે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવા ફોન લગાડ્યો હતો પરંતુ રિસિવ થયો ન હતો. જેથી તેમણે જાતે આગ પર કાબુ લેવા પ્રયાસો કર્યા હતા પરંતુ બાઇક આગમાં ખાક થઇ હતી. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની સંભાવાના તેમણે દર્શાવી હતી. ભચાઉ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.