મુંદરા ખાતે આવેલ શેખડિયામાં વીજ આંચકાએ 12 વર્ષીય માસૂમ બાળકીનો જીવ લીધો

copy image

  મુંદરા ખાતે આવેલ શેખડિયામાં વીજ આંચકાએ 12 વર્ષીય માસૂમ બાળકીનો જીવ લીધો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર મુંદરા ખાતે આવેલ શેખડિયામાં રહેતી 12 વર્ષીય કોબ્રાબેન આમદ ભુકેરા નામની બાળકીને વીજ આંચકો લાગતાં તેનું મોત નીપજયું હતું. મળેલ માહિતી મુજબ આ બાળકી પોતાના ઘર નજીક પતંગ ઉડાડતી હતી, તે દરમ્યાન પતંગ વીજ તારમાં અટવાઈ ગયેલ હતું , પતંગને લોખંડના સળિયા વડે કાઢવા જતી વખતે સળિયો વાયરને અડી જતાં બાળકીને જોરદાર વીજ આંચકો લાગતાં બાળકીનું મોત થયું હતું.