ભુજમાં રહેણાક મકાનમાથી 38 હજારનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો

ભુજમાં એક રહેણાક મકાનમાથી 38 હજારનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલિસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ શહેરમાં આવેલ સેજવાલા માતમ લાલશા ભુરાનશા દરગાહની પાસે રહેતા સુફિયાન ઓસમાણ સમા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વેચાણ અર્થે દારૂ રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીના મકાનમાંથી રૂા. 38,400ના 384 બિયરના ટીન કબ્જે કર્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.