ગાંધીધામ મધ્યેથી 13 હજારના મુદ્દામાલ સાથે આઠ ખેલીઓ ઝડપાયા
copy image

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ સેક્ટર-04 મધ્યે આવેલ સુભાષ પાર્ક પાછળ આવે જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને કુલ 13,150ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ ખેલીઓ :
- પરેશભાઈ ડાયાભાઇ સોલંકી ઉ.વ.25 રહે ગાંધીધામ
- દિનેશભાઇ રામજીભાઇ ચારણ ઉ.વ.48 રહે ગાંધીધામ
- શનીભાઈ ભૂપતભાઈ ભીલ ઉ.વ.22 રહે ગાંધીધામ
- કુમાર ગોવિંદભાઇ લાડે ઉ.વ.55 રહે ગાંધીધામ
- કિશોરભાઇ ગીરધરભાઇ ચાવડા ઉ.વ.50 રહે ગાંધીધામ
- ઓમપ્રકાશ તુકલાલ સોની ઉ.વ.34 રહે ગાંધીધામ
- લલીતાબેન ભૂપતભાઇ ભીલ ઉ.વ.45 રહે ગાંધીધામ
- કૈલાશબેન સુરેશભાઇ ભીલ ઉ.વ.30 રહે ગાંધીધામ