અંજાર ખાતે આવેલ ચંદિયા ગામમાં 5 વર્ષીય માસૂમ બાળકી પુરપાડ આવતી બોલેરો ગાડીની ભોગ બની
copy image

અંજાર ખાતે આવેલ ચંદિયા ગામમાં 5 વર્ષીય માસૂમ બાળકી પુરપાડ આવતી બોલેરો ગાડીની ભોગ બની. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ ચંદિયા ગામમાં બાળમંદિરે જતી 5 વર્ષીય અલજીના સાબાન હારૂન સના નામની બાળકીને બોલેરોએ હડફેટમાં લેતાં આ બાળકીનું મોત નીપજયું હતું. મળેલ માહિતી મુજબ અંજારના ચંદિયા ગામમાં રહેનાર આ બાળકી સાથે ગત તા. 7/10ના સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. બાળકી પોતાની દાદી સાથે બાળમંદિર જઈ રહી હતી. તે દરમ્યાન દાદી દુકાને નાસ્તો લેવા ઊભા હતા અને બાળકી ચામુંડા સ્ટોર નામની દુકાન નજીક રોડ પર એકલી જઈ રહી હતી, તે સમયે પૂરપાટ આવતી બોલેરો ગાડીએ બાળકીને હડફેટમાં લેતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ગંભીર ઇજાઓ પહોંચતા બાળકીને સૌ પ્રથમ અંજાર અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે વાહનચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી અગાળની વધુ તપાસ આદરી છે.