અબડાસા ખાતે આવેલ જખૌમાં 14 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જતાં મોત

copy image
અબડાસા ખાતે આવેલ જખૌમાં 14 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જતાં મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અબડાસા ખાતે આવેલ જખૌમાં 14 વર્ષીય બાબુ કાસમ કોળી નામના કિશોરનું જાગીરા તળાવમાં ડૂબી જતાં મોત થયું હતું. આ બનાવ અબડાસાના જખૌના જામછાપીરની દરગાહ નજીક આવેલાં તળાવમાં બન્યો હતો. કિશોર ગત દિવસે બપોરના અરસામાં આ તળાવ પાસે પહોંચ્યો હતો. અસંતુલિત મગજના આ કિશોરને ખેંચ આવતી હતી તેવું તપાસ દ્વારા જાણવા મળ્યું હતું. તે તળાવ પાસે હતો તે દરમ્યાન અકસ્માતે તેમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું