રાપર ખાતે આવેલ રાસાજી ગઢડામાં સામાન્ય બાબત પર બે શખ્સો દ્વારા યુવાન પર પાઇપ અને ધોકા વડે હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image

રાપર ખાતે આવેલ રાસાજી ગઢડામાં સમાન્ય બાબતે બે શખ્સો દ્વારા એક યુવાન પર પાઇપ અને ધોકા વડે હુમલો કરાતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર રાપર ખાતે આવેલ રાસાજી ગઢડામાં રહેતો ધનજી મઘા ભટી નામનો યુવાન ગત તા. 7/10ના સાંજના અરસામાં પોતાના ઘરે હતો, તે દરમ્યાન પોતાના દીકરાને રૂા. 20 આપી દૂધની થેલી લેવાનું કહેતા શિવુભાની ડેરીએ જતાં નોટ ફાટેલી હોવાના કારણે દૂધ આપવાની ના કહી દૂધ આપેલ ન હતું. ફરિયાદી ધનજી અને તેનો દીકરો દુકાને ગયા હતા, જ્યાં ફરિયાદીએ દૂધ આપી દીધું હોત તો પૈસા કાલે આપી દેત તેવું કહેતા શિવુભા મદારસંગ સોઢા ઉશ્કેરાઇ જઇ ગાળો આપેલ હતી. ગાળો આપવાની ના પાડતા આ શખ્સે યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, તેવામાં બળવંતસંગ નાગજી સોઢાએ ધોકા વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.