ગાંધીધામના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિને ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે 18 મહિનાની સાદી કેદ તથા ચેકની બમણી રકમ ચૂકવવા હૂકુમ જાહેર કર્યો

copy image

copy image

 ગાંધીધામના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિને ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે 18 મહિનાની સાદી કેદ તથા ચેકની બમણી રકમ ચૂકવવા હૂકુમ જાહેર કર્યો હતો. આ મામલે મળેલ માહિતી મુજબ ગાંધીધામના આશાપુરા લોજિસ્ટિકના માલિક અને યશરાજ ધમેન્દ્રસિંહ વાઘેલાએ એઆરએલ લોજિસ્ટિકને આપેલો ચેક પરત થતાં ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાયેલી ફરિયાદના આધારે કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીને 18 માસની સાદી કેદ અને ચેકની બમણી રકમ ચૂકવવા તથા તેમજ જો આદેશનું પાલન ન થાય તો વધુ છ મહિનાની સાદી કેદનો દંડ ફટકર્યો હતો.