ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ માસની કેદ તથા ચેકની રકમ વળતર પેટે દશ દિવસમાં ચૂકવવાનો હુકમ કોર્ટે જાહેર કર્યો

Court-1495027562_835x547

copy image

copy image

 ચેક પરત ફરવાના કેસમાં શિરવાના આરોપીને છ માસની કેદ તથા ચેકની રકમ વળતર પેટે દશ દિવસમાં ચૂકવવાનો હુકમ કોર્ટે જાહેર કર્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ચેક પરત ફરતા માંડવી તાલુકાના શિરવાના આરોપી અબ્દુલ કરીમ દાઉદ શીરુને છ માસની કેદ તથા ચેકની રકમ વળતર પેટે દશ દિવસમાં ચૂકવવાનો આદેશ આપાયો હતો. આ મામલે  માધાપરના શામજી ગાંગજી દબાસિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીએ ફરિયાદી પાસેથી 65 મણ કપાસની ખરીદી કરી હતી, જે પેટે રૂા. 1,60,175ના આપવામાં આવેલ ચેક બાદ અમુક રકમ આપવામાં આવેલ હતી અને બાકીની 52,500ની રકમનો વધુ એક ચેક અપાયો હતો, જે પરત ફરતા ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે આરોપીને છ માસની કેદ તથા ચેકની રકમ વળતર પેટે દશ દિવસમાં ચૂકવવાનો હુકમ કોર્ટે જાહેર કર્યો છે