ભુજ ખાતે આવેલ નારાણપરમાં પરિણીતાએ ઝેરી દવા પી જતાં સારવાર દરમ્યાન મોત
copy image
ભુજ ખાતે આવેલ નારાણપરમાં ગત તા. 6/10ના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જતાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ નારાણપરમાં ગત તા. 6/10ના બનેલ આ બનાવ માં કાંતાબેન જગદીશભાઈ કોલી નામની પરિણીતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ પરિણીતાએ 6/10ના કોઈ અગમ્ય કરણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં જ તુરંત તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.