ગાંધીધામમાથી 21 હજારના મુદ્દામાલ સાથે 7 ખેલીઓ ઝડપાયા
copy image

ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો પી.સી.એલ ગળી નં.1 માં આવેલ દુકાનની સામે આવેલ જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજી પાનાં વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને કુલ કિ. 21,750ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ શખ્સો :
- પીન્ટુ કમેશ્વર ચૌધરી ઉ.વ.32 રહે ગાંધીધામ
- શંકરપ્રસાદ રામસીસ મહંતો ઉ.વ.38 રહે ગાંધીધામ
- અજય પ્રસાદ બરન મહંતો ઉ.વ.38 રહે ગાંધીધામ
- વસીમખાન જમીરખાન શેખ ઉ.વ.28 રહે ગાંધીધામ
- પવન વીરસીંગ પાલ ઉ.વ.20 રહે ગાંધીધામ
- જાકીરશા નનુશા દીવાન ઉ.વ.25 રહે ગાંધીધામ
- મોહમ્મદરાજા આલમ મોહમ્મદ સમસાદ ઉ.વ.19 રહે ગાંધીધામ