કચ્છમાં વીજચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો : મુંદરામાંથી વધુ 13.45 લાખની વીજચોરી થઈ હોવાનો ખુલાસો થયો
copy image
કચ્છમાં વીજચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે મુંદરા વિસ્તારમાં કરવામાં આવેલ ચેકિંગ દરમ્યાન 13.45 લાખની વીજચોરી થઈ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર મુંદરા-1 અને મુંદરા-2માં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં 32 ટીમો તપાસ કામમાં જોડાઈ હતી. હાથ ધરવામાં આવેલ તપાસ પ્રક્રિયા દરમ્યાન 453 કનેક્શનની તપાસણી કરાઈ, જેમાંથી 48 કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી. વીજચોરીનો આંક 13.45 લાખ હોવાનું અનુમાન લાગવવામાં આવેલ છે. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.