અંજારમાં એક વાળીમાં રાખેલ વાહનોમાંથી કુલ 43 હજારની બેટરીની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

અંજારમાં એક વાળીમાં રાખેલ વાહનોની બેટરી કુલ નંગ-૧૭ જેની કુલ કિ. રૂ ૪૩૦૦૦ની કોઈ ચોર ઈશમ ચોરી કરી પલાયન થઈ ગયેલ હતો. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે આદિપુરમાં રહેતા ભરતભાઇ ભીમજીભાઈ સોરઠિયા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની અંજારમાં સંધ્યાગીરી બાપુના આશ્રમ સામે વાળી આવેલ છે. જેમાં ખેતી સાથે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ચાલી રહ્યો છે. આ વાળીમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ચાલતો હોવાથી વાહનો રાખવામા આવેલ છે. જેમાથી ગત દિવસે રાતના સમયે કોઈ ચોર ઈશમ આ વાહનોમાથી બેટરી કુલ નંગ-૧૭ જેની કુલ કિ. રૂ ૪૩૦૦૦ની તસ્કરી કરી નાસી છૂટ્યો હતો. આ મામલે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.