કિડાણા ગામની સોસાયટીનાં મકાનમાંથી 7 હજારના શરાબ સાથે શખ્સ ઝડપાયો

copy image

ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં લક્ષ્યનગર-4માં આવેલ મકાનમાંથી પોલીસે રૂા. 7,350ના શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, યુવરાજસિંહ રણજીતસિંહ રાણા નામના શખ્સે કિડાણાના લક્ષ્યનગર- સોસાયટી-4માં મકાન નંબર 59ના મકાનમાં ગેર કાયદેસર રીતે વેચાણ અર્થે દારૂ રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી આ મકાનના બેડરૂમમાં આવેલા બાથરૂમમાંથી કુલ રૂા. 7,350નો શરાબ ઝડપી પાડ્યો હતો. તેમજ બાતમી વાળા શખ્સની અટક કરવામાં આવેલ છે. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.