અંજાર ખાતે આવેલ મેઘપરમાં યુવતીની છેડતી કરનાર શખ્સને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી
copy image

અંજાર ખાતે આવેલ મેઘપરમાં યુવતીની છેડતી કરનાર શખ્સને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. આ મામલે મળેલ માહિતી અનુસાર આ બનાવ મેઘપરમાં ગત તા. 28/12/2021થી તા. 6/2/2022 દરમ્યાન બન્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ મોટી નાગલપરના શખ્સે એક યુવતીનો પીછો કરી તેની છેડતી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી આ કેસમાં તમામ આધાર-પુરાવા પરથી આરોપીને ગુનેહગાર જાહેર કરી તેને ત્રણ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા. 10,000નો દંડ ફટકાર્યો હતો અને જો હૂકુમનુ પાલન ન કરવામાં આવે તો વધુ છ માસની સજાનો આદેશ જાહેર કર્યો હતો.