ભુજ ખાતે આવેલ કોડકી-રતિયા સીમાડામાં આવેલ અક્ષર રેસિડેન્સી સોસાયટીમાં એક મહિલાને છરી બતાવી 15 હજારની લૂંટ મચાવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image

ભુજ ખાતે આવેલ કોડકી-રતિયા સીમાડામાં આવેલ અક્ષર રેસિડેન્સી સોસાયટીમાં એક મહિલાને છરી બતાવી 15 હજારની લૂંટ મચાવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ કોડકી-રતિયા સીમાડામાં આવેલ અક્ષર રેસિડેન્સી સોસાયટીમાં ઘરકામ કરી રોજગારી મેળવનાર મહિલા પાસેથી કોઈ અજાણ્યા શખ્સે છરી બતાવી 15 હજાર લૂંટી લીધા હોવાથી માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે શર્મિલાબેન દેવેન્દ્ર ગોકર્ણા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી આ સોસાયટીમાં ઘરમાં કામ કરી તે પેટે મળેલા રૂા. 50 હજાર લઈ નીકળ્યાં હતાં, જે પૈકી 30 હજાર દુપટ્ટામાં બાંધ્યા હતા, તેમજ બીજા 20 હજાર હાથમાં રાખેલ હતા અને ઘરે જતાં સમયે સોસાયટીના ગેટથી થોડે દૂર પહોંચતાં ફરિયાદીને કોઈ બુકાનીધારી શખ્સે બાવળની ઝાડીમાં ધક્કો માર્યા બાદ આ શખ્સે છરી બતાવી પૈસા આપી દેવા જણાવ્યુ હતું. આ દરમિયાન મહિલાએ ભાગવાની કોશિશ કરતાં ઝપાઝપી થતાં થોડા રૂપિયા પડી ગયા હતા, જેમાંથી થોડી રકમ છીનવી આ ઈશમ પલાયન થઈ ગયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી અગાળની વધુ તપાસ હાથ ધરી છે.