ગાંધીધામમાં બંધ ઘરમાંથી 1.74  લાખની તસ્કરી થતાં ચકચાર

copy image

ગાંધીધામ ખાતે આવેલ લીલાશાહ નગર વિસ્તારમાંથી બંધ મકાનમાથી દાગીના તથા રોકડ સહિત કુલ રૂા. 1.74 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ગાંધીધામ ખાતે આવેલ લીલાશાહ નગર વોર્ડ 12-સીમાં પ્લોટ નંબર 515માં રહેતા તથા રિયલ એસ્ટેટનો વેપાર કરતા મહેશ હિંમતલાલ પુજ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત સવારે પોતાની પત્ની સાથે અમદાવાદ ગયેલ હતા અને સફાઇ માટે એક ચાવી કામ કરતા મહિલાને આપેલ હતી. આજે સવારના અરસામાં ફરિયાદી  અમદાવાદ હતા તે દરમ્યાન કામ કરનાર મહિલાએ ઘરના દરવાજા ખુલ્લા હોવાનું અને સરસામાન વેરવિખેર હોવાનું ફોન પર જણાવ્યુ હતું. ત્યારે આ દંપતિ બપોરે ઘરે પરત આવી મકાનમાં તપાસ કરતાં ઘરના તમામ રૂમ હોલમાં સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. મકાનમાં રાખેલ કબાટમાંથી દાગીના તેમજ રોકડ સહિત રૂા. 15,000 એમ કુલ રૂા. 1,74,250 તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતા. આ મામલે મળેલ માહિતી અનુસાર  તસ્કરો આ બંધ મકાનની બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસ્યા હતા અને ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી અગાળની વધુ તપાસ હાથ ધરી છે.