આદિપુરમાં આવેલ પ્રભુદર્શન હોલની સામેના વિસ્તારમાં ગટરની ખુલ્લી ચેમ્બરમાં વૃદ્ધ પડી જતા લોકોમાં દોડધામ મચી

આદિપુરમાં આવેલ પ્રભુદર્શન હોલની સામેના વિસ્તારમાં ગટરની ખુલ્લી ચેમ્બરમાં વૃદ્ધ પડી જતા લોકોમાં દોડધામ મચી હતી. મળતી માહિતી મુજબ આદિપુરમાં અનેક સ્થળોએ ગટરની ચેમ્બર ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાઇક ચાલકો, રાહદારીઓ, વૃદ્ધો તેમાં પડી જવાના કિસ્સા બહાર આવી ચુક્યા છે. તેમજ અગાઉ પણ આ ખુલ્લી ચેમ્બરના કારણે મહામૂલી માનવ જિંદગી ભરખાઈ ચુકી છે. ત્યારે ભૂતકાળના આ બનાવો પરથી પણ કોઈ બોધપાઠ ન લેતા આજે અહીંના આદિપુરમાં ગટરની ખુલ્લી ચેમ્બરમાં વૃદ્ધ પડી જવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યાના મામલે સુધરાઈમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ મામલે સામાજીક કાર્યકર લક્ષ્મણ હીરાનંદ સેવાણી દ્વારા આ વિસ્તારમાં ચેમ્બર રીપેરીંગ કરી સફાઈ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ગટરના ઢાંકણા બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.