અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીની સોસાયટીમાં બંધ ઘરમાથી 1.05 લાખની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ
copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં કૈલાસનગર વિસ્તારમાં બંધ ઘરમાંથી કુલ 1.05 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર મેઘપર બોરીચીમાં કૈલાસનગર વિસ્તારમાં બંધ ઘરમાં ઘૂસી ઈશમે મહિલાના ગળામાંથી ચેઇન તેમજ તિજોરીમાં રાખેલ દાગીના એમ કુલ રૂા. 1,05,000ની મતાની તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતો. ગત તા. 20/10ની રાત્રિ દરમ્યાન આ ચોરીનો બનાવ બન્યો હતો. આ મકાનમાં રહેનાર અભય ચૌધરી ગત તા. 19/10ના કંપનીના કામથી વડોદરા ગયેલ હતા, પાછળ તેમના પત્ની અને બાળક એકલા હતા. આ ફરિયાદીના પત્નીએ તા. 20/10ના રાત્રે માતા-પુત્ર સૂઇ ગયેલ હતા ત્યારે મોડીરાતના અરસામાં આ મહિલાની અચાનક ઊંઘ ઉડી જતાં નિશાચર તેમના ગળામાં હાથ નાખી ચેઇન કાઢતો જાણવા મળ્યો હતો. મહિલાએ આ શખ્સનો હાથ પકડી લેતાં તેણે હાથ છોડાવી ચેઇનની ચીલ ઝડપ કરી ભાગી ગયો હતો. ત્યાર બાદ મહિલાએ પોતાના સંબંધીઓને બનાવની જાણ કરવા મોબાઇલ શોધતાં મોબાઇલ હાજર મળ્યો ન હતો ઉપરાંત તિજોરી પણ ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચોર ઈશમો આ મકાનમાંથી કુલ રૂા. 1,05,000ની મતાની ચોરી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.