ભુજ ખાતે આવેલ ભારાપર-તુણા માર્ગ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતે 18 વર્ષીય યુવાનનો જીવ લીધો

copy image

ભુજ ખાતે આવેલ ભારાપરથી તુણા જતા માર્ગ  પર સર્જાયેલ ગોઝારા અકસ્માતે 18 વર્ષીય યુવાનનો જીવ લીધો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ ભારાપરથી તુણા જતા માર્ગ  પર ટેન્કરે બાઇકને હડફેટમાં લેતાં તુણાના 18 વર્ષીય સાહિર ઉર્ફે સાહિલ અબ્બાસ બુચડ નામના યુવાનનું મોત નીપજયું હતું. ગત તા. 20/10ના સાહિર અને તેનો ભાઇ કામ અર્થે ભારાપર ગયેલ હતા. આ બંને ભાઇ કામ પતાવીને ઘર તરફ પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન શિવભૂમિ વેરહાઉસ નજીક આગળ ટેન્કર નંબર જી.જે. 12 બી.એક્સ. 8330ના ચાલકે અચાનક શિવભૂમિ વેરહાઉસ બાજુ પોતાનું વાહન વાળી લેતાં પાછળથી આવતું બાઇક ટેન્કરમાં અથડાતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં સાહિર અને વસીમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા જ્યાં સાહિરને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.