ભચાઉ પાસે આવેલ ખાનગી કંપનીમાં દાઝી જવાના કારણે 36 વર્ષીય શખ્સનું મોત

copy image

ભચાઉ પાસે આવેલ ખાનગી કંપનીમાં દાઝી જવાના કારણે 36 વર્ષીય શખ્સનું મોત થયું હતું આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉ પાસે આવેલ ખાનગી કંપનીમાં દાઝી જવાના કારણે 36 વર્ષીય બાબુ જગદીશ ખાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. મળેલ માહિતી મુજબ ભચાઉ-દુધઇ માર્ગ પર સ્થિત આ યુરો સિરામિક કંપનીમાં ગત તા. 6/10ના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. આ કંપનીમાં શખ્સ કામ કરી રહ્યો હતો તે સમયે, આગ લાગતાં આ શખ્સ તેમાં ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેમણે સૌ પ્રથમ ભચાઉ બાદમાં વધુ સારવાર માટે આદિપુર લઇ જવામાં આવ્યો હતો જ્યાં ગત દિવસે સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.