અંજાર ખાતે આવેલ ખેડોઇ પાસે એસ.ટી.ના ચાલકે પીધેલી હાલતમાં બસ ભટકાવી : પીધેલ ચાલકને પોલીસના હવાલે કરાયો

copy image

copy image

અંજાર ખાતે આવેલ ખેડોઇ પાસે એસ.ટી.ના ચાલકે પીધેલી હાલતમાં બસ ભટકાવી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઇપણ મુસાફરને ઇજાઓ પહોંચી ન હતી. એસટીના પીધેલા ચાલકને પોલીસના હવાલે કરી દેવામાં આવેલ હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત રાત્રે માંડવી-અમદાવાદ રૂટની બસ માંડવીથી નીકળી હતી, આ બસ ખેડોઇ નજીક આશાપુરા પેટ્રોલ પંપની પાસે પહોંચતાં અચાનક ડિવાઇડરમાં અથડાતાં મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદભાગ્યે કોઇને ઇજાઓ થઈ ન હતી. બસના  કંડક્ટર નવીન નારાણ ચુનારા બસના ચાલક આરોપી પાસે જતાં તે પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પીધેલા શખ્સને અંજાર પોલીસના હવાલે કરવામાં આવેલ હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.