કચ્છ જીલ્લાનું ભુજ 38.4 ડિગ્રીએ સતત બીજા દિવસે રાજયનું પ્રથમ નંબરનું ગરમ મથક બન્યું

copy image

copy image

કચ્છ જીલ્લાનું ભુજ 38.4 ડિગ્રીએ સતત બીજા દિવસે રાજયનું પ્રથમ નંબરનું ગરમ મથક બન્યું છે. આ અંગે મળેલ માહિતી અનુસાર પવનની ગતિ મંદ રહેવાના કારણે ખાસ કરીને મધ્યાહનના સમયે તાપની સાથે ઉકળાટની તીવ્રતા ચરમસીમાએ પહોંચી હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર હજુ એકાદ પખવાડિયું આ પ્રકારનું જ વાતાવરણ રહેશે તેવી આગાહી રાજયના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ભુજ તેમજ કંડલા એરપોર્ટમાં 36.6, કંડલા પોર્ટમાં 37.પ અને નલિયામાં 36 ડિગ્રી તાપમાને ગરમીની તીવ્રતા ઉલ્લેખનીય રીતે અનુભવાઈ હતી.