ગાંધીધામ ખાતે આવેલ કાર્ગેમાં ગટર લાઈનના અભાવના કારણે દૂષિત પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા
ગાંધીધામ ખાતે આવેલ કાર્ગેમાં ગટર લાઈનના અભાવના કારણે દૂષિત પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે, પરીણામે મચ્છર, માખીઓનો ઉપદ્રવ વધતાં લોકોનાં સ્વાસ્થ્ય સામે પડકારો ઊભા થઈ રહ્યા છે. ગાંધીધામ ખાતે આવેલ કાર્ગોમાં ગટર લાઈનનો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે. દૂષિત પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે તેનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ રસ્તાઓમાં પાણી ભરાવવાના કારણે મચ્છર, માખીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેને પગલે બાળકો, વૃદ્ધો, મહિલાઓનાં સ્વાસ્થ્ય સામે ભીતિ વ્યક્ત કરાઈ છે. કાર્ગેમાં ગટર લાઈન ન હોવાના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ વળી રોજિંદા વપરાશમાં લેવાતાં પાણીનો જાહેરમાં નિકાલ કરવાની ફરજ ઊભી થઈ છે. વર્ષા રૂતુમાં પણ અહીં જળ ભરાવની સમસ્યાથી લોક ત્રસ્ત બની ચૂક્યા હતા. દરમ્યાન દૂષિત પાણી ભરાવવાની સમસ્યા રોજિંદી બની જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જે બાબતે નગરપાલિકા દ્વારા તુરંત કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.