ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇ નજીક ટ્રેઈલર પલટી જતાં ચાલકનું મોત નીપજયું
copy image
ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇ પાસે ટ્રેઇલર પલટી જતાં તેના ચાલક 33 વર્ષીય શખ્સનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇ પાસે ટ્રેઇલર પલટી જતાં તેના 33 વર્ષીય ચાલક સમુદ્રસિંહ દાતારસિંહ રાજપૂતનું મોત નીપજયું હતું. મોટી ચીરઇ પાસે આવેલ પુલ ઉપર ગત મોડી રાત્રે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સિક્સ સિગ્મા લોજીસ્ટિક પેઢીમાં કામ કરનાર સમુદ્રસિંહ ટ્રેઇલર લઇને મોરબીથી કંડલા તરફ જઈ રહ્યો હતો. ત્યારે ભચાઉથી ગાંધીધામ તરફ જતાં ધોરીમાર્ગ પર ચીરઇ નજીક પુલ ઉપર તેનું વાહન પલટી જતાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.