ભુજ ખાતે આવેલ ભારાપરમાં ગરબા જોવા ગયેલ પરિવારના ઘરમાથી 14.62 લાખની તસ્કરી થતા ભારે ચકચાર

copy image

ભુજ ખાતે આવેલ ભારાપરમાં પોદાર ગોદામની નજીક બોરીચાવાસમાં એક પરિવાર માતાજીના ગરબા જોવા ગયેલ હતો અને પાછળથી બંધ મકાનના દરવાજા ખોલી અંદરથી રોકડ રકમ તથા સોનાના દાગીના એમ કુલ રૂા. 14,62,000ની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે મળેલ માહિતી મુજબ આ બનાવ અંગે કરમણ જેશા બોરીચા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.  નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 23/10ના ફરિયાદીનો પરિવાર નવરાત્રિ જોવા ગયેલ હતા. બાદમાં હમીરભાઇનો ફરિયાદીને ફોન આવતાં ગરબી ચોકમાં આવવા જણાવેલ  હતું અને ફરિયાદી તથા તેમના પત્ની ઘર બંધ કરી ગયા હતા. આ સમય દરમ્યાન, ફરિયાદીના પુત્રી છાયાબેનને તરસ લાગતાં તે તથા તેના માતા મોડીરાત્રે ઘરે આવેલ હતા ત્યારે દરવાજો ખુલ્લો જણાયો હતો તેમજ ઘરમાં સરસામાન વેરવિખેર જણાયું હતું. બનાવની જાણ થતાં, ફરિયાદી  તેમના ઘરે દોડી આવ્યા હતા. આ મામલે મળતી માહિતી અનુસાર તસ્કરો દાગીના અને રોકડ રૂા. 7000 સહિત કુલ રૂા. 14,62,000ની મતાની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. આ ગામમાં 14 લાખની તસ્કરી થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.