રાપર ખાતે આવેલ નાની  હમીરપરમાં 19 હજારના વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

રાપર ખાતે આવેલ નાની હમીરપર ગામમાં 19 હજારના વાયરની તસ્કરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે રામચંદ્ર શોભારામ સાધુ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર રાપર ખાતે આવેલ નાની હમીરપરમાં નર્મદા કેનાલમાંથી પાણી ખેંચવા ખેડૂતોએ મોટર બેસાડેલ  છે જેમાં કેબલ પટ્ટી મોટર ચાલુ કરવા રાખવામાં આવેલ હતા. ગત તા. 23/10ના સાંજથી 24/10ના બપોરના અરસામાં આ ચોરીનો બનાવ બન્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તસ્કરો ફરિયાદી રામચંદ્ર શોભારામ સાધુનો 216 ફૂટ, રામા બાઉ ભોપાનો 60 ફૂટ, પ્રભુ ધના પ્રજાપતિનો 100 ફૂટ, બાબુ રવા પારકરાનો 120 ફૂટ એમ કુલ 496 ફૂટ વાયર કિંમત રૂા. 19,840ની તસ્કરી કરી પલાયન થાય ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.