માંડવી ખાતે આવેલ બિદડામાં બંધ ઘરના તાળાં તોડી 11 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
માંડવી ખાતે આવેલ બિદડામાં બંધ ઘરના તાળાં તોડી 11 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર માંડવી ખાતે આવેલ બિદડામાં મુંબઇ વાસીના બંધ ઘરમાથી 11 હજારના સામાનની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. માંડવીના બિદડા ખાતે આવેલ મહાવીરનગર રહેતા તેમજ હાલમાં સાંતાક્રૂઝ-મુંબઇ રહેતા 70 વર્ષીય જિતેન્દ્ર મોરારજી ગાલા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 24/9 થી 31/10 દરમ્યાન બીદડામાં આવેલ ફરિયાદીના બંધ મકાનનાં તાળાં તોડી અજાણ્યા ચોર ઈશમ કુલ રૂા. 11 હજારના મુદ્દામાલની તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.