મુંદરામાં ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો ત્રસ્ત
copy image

મુન્દ્રામાં ટ્રાફિક સમસ્યાના કારણે લોકોને અને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુંદરાની મેઇન બજારમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવામાં આવે તે બાબતે નગરપાલિકા દ્વારા તાજેતરમાં અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આઝાદ ચોકમાં 1 કરોડથી વધારેના ખર્ચે સ્ટોલ બનાવી આપવામાં આવેલ હતા. ડ્રો સિસ્ટમથી બધાને સ્ટોલ ફાળવવામાં આવેલ હોવા છતાં કેટલાક ધંધાર્થીઓ રસ્તાની વચ્ચે અડીંગો જમાવી બેસતા હોવાથી ટ્રાફિક સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મુન્દ્રાની બજારમાં સાંકડા રસ્તાના કારણે ટ્રાફિકનો પ્રશ્ન રોજિંદો બની ચૂક્યો છે. નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.