ભુજના એક શખ્સ સાથે ઓનલાઈન ટૂર પેકેજ બુક કરતી વખતે 1.22 લાખની ઠગાઈ : સાયબર સેલે 1.10 પરત આપવી સરહનીય કામગીરી બજાવી

 ભુજના એક શખ્સ સાથે ઓનલાઈન ટૂર પેકેજ બુક કરતી વખતે 1.22 લાખની ઠગાઈ થઈ હતી, પરંતુ સાયબર ક્રાઈમ સેલે ઠગાઈમાં ગયેલી રકમમાંથી 1.10 લાખ પરત અપાવી સરાહનીય કામગીરી બજાવી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભુજના અરજદાર મહેન્દ્ર બોરબેતરિયાએ રૂા. 1.90 લાખનું ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવેલ હતું. જેમાં તેમણે સામાવાળાના ખાતામાં અલગ-અલગ ટ્રાન્ઝેકશન દ્વારા કુલ રૂા. 1,21,900ની ચુકવણી કર્યા બાદ ટૂર એજન્સી દ્વારા બે હોટલનું બુકિંગ મોકલાવ્યા બાદ જણાવવામાં આવેલ હતું કે પૂરું પેમેન્ટ આપ્યા બાદ જ તમારું બુકિંગ આગળ વધારવામાં આવશે ત્યાર બાદ અરજદારે જી.એસ.ટી. બિલ તથા ટૂર એજન્સીની ઓફિસનું સરનામું માંગતા આપવામાં ન આવતા તેમણે સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરલે હતો તેમજ સેલે અરજદારને મદદરૂપ બની રકમમાંથી 1,09,900 અરજદારના ખાતામાં પરત આપવવામાં મદદ કરી હતી.