શિણાય ગામના સીમ વિસ્તારમાં આવેલ આકાર વિલા-બે સોસાયટીનાં મકાનમાથી ત્રણ મોબાઈલની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

  શિણાય ગામના સીમ વિસ્તારમાં આવેલ આકાર વિલા-બે સોસાયટીનાં ઘરમાંથી રૂા. 28,000ના ત્રણ મોબાઈલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર આ મામલે  શિણાય ગામની સીમમાં આવેલ આકાર વિલા-બે સોસાયટીનાં મકાન નંબર-70માં રહેનાર રાહુલ નરેન્દ્ર સોની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 6/11ના આ બનાવ બન્યો હતો. રાત્રિના બે વાગ્યા સુધી ફરિયાદી મોબાઈલમાં જોતા હતા, ત્યાર બાદ ઓશિકા પાસે  મોબાઈલ રાખી સૂઈ ગયેલ હતા. તેમજ સવારે 5 વાગ્યે ઊઠતાં માબાઈલ હાજર મળ્યો ન હતો. ફરિયાદીએ પોતાના ભાઈ તેમજ માતાને પૂછતાં તેમના મોબાઈલ પણ હાજર મળ્યા ન હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.