ભચાઉ ખાતે આવેલ ચોપડવા પાસે ઓવરબ્રિજ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં આદિપુરના બે યુવાનોના જીવ ગયા

copy image

  ભચાઉ ખાતે આવેલ ચોપડવા પાસે ઓવરબ્રિજ પર ધડાકાભેર કાર અથડાતાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં આદિપુરના બે યુવાનોના જીવ ગયા હતા. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આદિપુરના 26 વર્ષીય મનીષ રસિક કટારિયા  અને 26 વર્ષીય ભાવેશ શામજી પરમાર નામના  આ બંને યુવાનો ગત મોડીરાત્રે ભચાઉથી આદિપુર બાજુ આવી રહ્યા હતા તે દરમ્યાન આ બંનેની આઇ-20 કાર ચોપડવા પાસે ઓવરબ્રિજ પર પહોંચતા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં આ બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલ યુવાનોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા, જ્યાં ફરજ પરના તબીબે બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.