બેલેટ પેપર પાછા નહીં લાવીએ,EVM થી જ ચૂંટણી કરવામાં આવશે
હાલમાં છેલ્લા ઘણા સમયથી EVM ને લઈ ગણા રાજકીય પક્ષો દ્વારા EVM હટાવી બેલેટ પેપર લાવવાની માંગણી થઈ રહી હતી. આ સ્થિતિ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટા કરી છે. કે હવે બેલેટ પેપર પાછા નહીં લાવીએ અને EVM થી જ ચૂંટણી કરવામાં આવશે. હાલમાં જ થોડાક સમય અગાઉ અમેરિકાના ૧ હેકરે લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણી ભાજપ EVM હેક કરી જીત્યું છે. આરોપો બાદ સમગ્ર રાજકારણ ગરમાયું છે હવે અનેક પક્ષો ફરી EVM ને હટાવીને બેલેટ પેપર લાવવાની માંગણી કરી રહ્યા છે.