ફરી એક માસૂમ બાળકી બની હવસનો શિકાર
ફરી એક માસૂમ બાળકી બની હવસનો શિકાર જાણવા મળતી વિગતા અનુસાર ઘટના આંધ્રપ્રદેશની એક સ્કૂલના હેડમાસ્ટરની બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અઠવાડિયાની શરૂઆતમાં બન્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હૈદરાબાદથી 295 કિલોમીટર દૂર ક્રિષ્ના જિલ્લામાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષકે મંગળવારે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. શિક્ષક બાળકીને એક ખાલી રૂમમાં લઈ ગયો હતો અને ત્યાર બાદ તેણીને હવસનો શિકાર બનાવી હતી.